અમારી શાળા

શાળાનો ઇતિહાસ



વાઘાબારી મુખ્ય પ્રાથમિક શાળા તા વાંસદા જી.નવસારી
  • પ્રસ્તાવના: કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ વાઘાબારી ગામ છે.ગામની ઉત્તર,પૂર્વ અને દક્ષિણની દિશાએ વૃક્ષોચ્છાદિત ડુંગર,વન્ય સૃષ્ટિથી તરબતર જંગલ,પ્રકૃતિના ખોળે રળિયામણા સૌંદર્યથી ઘેરાયેલ,આદિવાસી સંસ્કૃતિથી સમૃદ્ધ વાઘાબારી ગામ અંગ્રેજોની રાજ્યસત્તા વખતે આ ગામ વાંસદા રાજાના તાબા હેઠળ આવેલું હતું.આજથી 100 વર્ષ પૂર્વના મહારાજાશ્રીએ  પોતાના રાજની પ્રજા,ખાસ કરીને આદિવાસીને શિક્ષિત કરવાના ઉદ્દેશથી શિક્ષણ આપવા સને 1916ની 14 મી જૂનના પાવન દિને શાળાની સ્થાપના કરી ગામના બાળકોને પ્રવેશ આપી શાળા શરૂ કરેલ,જે શાળાએ સન 2016ની સાલમાં 100 વર્ષ પુરા કરેલ અને 100 વર્ષ પુરા કર્યેથી શાળા સ્થાપના શતાબ્દી મહોત્સવ 2016 ની ભવ્ય ઉજવણી કરેલ અને સમગ્ર વિસ્તારે અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ આ બાબતની નોંધ લીધેલ.
  •         વાંસદના મહારાજશ્રીએ પોતાના રજવાડાના કર્યા માટે તેમજ પોતાના હસ્તક ગામોની દેખરેખ તથા વ્યવહાર માટે કોઈ એક ગામમાં મકાનની સ્થાપના કરતા ત્યાંથી આજુબાજુના ગામની સર્વ પરિસ્થિતિનો ખ્યાલ રાખતા હતા.આ મકાનમાં રાજ્યના સેવકો જેવા કે હવાલદાર,ટેકેદાર,દિવાંન,થાનેદાર,તલાટી વગેરેનું આગમન થાય ત્યારે તેમના રહેવા,જમવા,સુવાની તમામ સગવડો ગામ લોકો દ્વારા સાચવવામાં આવતી.રાજકીય કર્મચારીએને ઉતારવાનું મકાન બનાવેલું હોવાથી આવા મકાનને “ઉતારા” તરીકેના નામે લોકોમાં ચિરવિસ્મરણીય થઈ ગયેલ છે.આ ઉતારના મકાનમાં નાની નાની ખોલીઓ બનાવેલ જેમાં અધિકારીઓએ રહેવા ,રસોડું,મુલાકાત માટે સભાખંડ,અધિકારીઓના ઘોડા બાંધવા,ઘોડાઘર જેવી વ્યવસ્થા હતી જેમાંથી બે ખોલીઓ શાળા ચલાવવા માટે ફાળવવામાં આવેલ તેમાં એક થી બે શિક્ષકો શિક્ષણ કાર્ય કરાવતા અને આ રીતે ગામમાં શિક્ષણો પાયો નંખાયો.                                                                 

  • શાળાનો સમગ્રયતા ચિતાર ટૂંકમાં નીચે પ્રમાણે છે.
  • દોરબશા ભીખાજી કાસદ, વાઘાબારી મુખ્ય પ્રા.શાળાની સ્થાપનાના પ્રેરણામૂર્તિ છે.
  • તે સમયે શાળાઓ વચ્ચેનું અંતર ખૂબ જ હોવાથી અને ગામના બાળકોને પોતાના ગામમાં જ શિક્ષણ મળી રહે તે કારણોસર શાળા સ્થાપનાના સંજોગો ઉભા થયા અને આ શાળાની સ્થાપના થઈ.
  • શાળા લોક સહયોગ અને તે સમયના ગામના બુદ્ધિજીવી લોકો દ્વારા શરૂ થઈ હોય કોઈ એક વ્યક્તિ માત્રને શાળાના સ્થાપક ગણેલા નથી.
  • સંસ્થા સ્થાપના વર્ષ સને 1916 છે.
  • પ્રારંભિક સ્થિતિમાં શાળામાં ધોરણ 1 થી 4 નું શિક્ષણકાર્ય થતું હતું.શાળામાં તે સમયે શ્રી ઝીણાભાઈ પટેલ અને શ્રી ગુલાબભાઈ પટેલ જેવા શિક્ષકોએ અધ્યાપન કાર્ય કરેલું.
  • રાજાશાહી પ્રથા વખતે ગામમાં શિક્ષણ કાર્યની કોઈ વ્યવસ્થા નહોતી એટલે એ સમયમાં શાળા નિભાવ માટે કોઈ ગ્રાન્ટ મળતી ન હતી પરંતુ તે સમયના ગામના અગ્રણિય વ્યક્તિઓએ પોતાના સ્વ ખર્ચે ગામના ઉતારાના મકાનમાં શાળા શરૂ કરી હતી.
  • તે સમયે શાળાનું મકાન જે જમીન પર ઉભું હતું તે જમીન સરકારી હતી.કોઈ અન્ય વ્યક્તિની ખાનગી માલિકીની જમીન ન હતી.વળી,તે સમયે રાજા અને સરકારી અમલદારોના ઉતારા માટે જે મકાન હતું એજ મકાનના અમુક ખંડોમાં શિક્ષણ કાર્ય થતું હતું એટલે અલગથી શાળા માટે કોઈ વિશેષ મકાનનું બાંધકામ થયેલું ન હતું.
દેશ આઝાદ થયો અને સને 1948-1949 ના સમયથી જ શાળાને સરકારી ગ્રાન્ટ મળતી થઈ.

કેમેરાની આંખે અમારી શાળા











  • શાળાની રજીસ્ટર સંખ્યા 

શાળાની સને 2020-21ના વર્ષની રજીસ્ટર સંખ્યા અને જાતિવાર સંખ્યા જાણવા અહીં ક્લિક કરો










એક કદમ આગળ

  એક કદમ આગળ વ્હાલા શિક્ષકમિત્રો, વર્ગખંડના શિક્ષણને રોજિંદા જીવન સાથે સાંકળવા અને વિદ્યાર્થીઓમાં કુતૂહલવૃત્તિ વધારવા માટે આપ સૌ સતત પ્રયત્ન...